નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલે શનિવારે 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ તેને ખાસ અંદાજમાં વિશ કર્યુ હતું. આથિયાએ કેએલ રાહુલ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

આ ફોટાના કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થ ડે માય પર્સન. આ કેપ્શન સાથે જ આથિયા શેટ્ટીએ દિલની ઈમોજી પણ શેર કરી હતી. કેએલ રાહુલે પણ તેના જવાબમાં ત્રણ દિલવાળી ઈમોજી શેર કરી હતી. રાહુલ અને આથિયા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણા સમયથી ચર્ચા થાય છે પરંતુ બંનેએ હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી.

થોડા મહિનાઓ પહેલા રાહુલે આથિયા સાથે એક તસવીર શેર કરી હતી ત્યારથી ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત એક - બે વખત બંને ડિનર પર સાથે જોવા મળ્યા હતા.

આથિયા ઉપરાંત પ્રીતિ ઝિંટાએ પણ લોકેશ રાહુલની સાથે તેની બે તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું, જન્મદિન મુબારક હો કેએલ રાહુલ! અઢળક પ્રેમ, ખુશીઓ તથા રનોની શુભકામના. તું હંમેશા આવી રીતે જ હસતો તથા ચમકતો રહે.

હાલ કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તેણે આક્રમક બેટિંગ કરવાની સાથે વન ડે અને ટી-20 વિકેટકિપરની ભૂમિકા ભજવી હતી.