પેરિસ: દુનિયાભરમાં કોરોનાવાયરસથી 22.5 લાખથી વધુ લોકો અત્યાર સુધી સંક્રમિત થયા છે. જ્યારે 1 લાખ 54 હજારથી વધુના મોત થયા છે. શનિવાર સુધીમાં 193 દેશમાં કોવિડ-19ના 22 લાખ 51 હજાર 695 કેસ સામે આવ્યા છે, જ્યારે 1,54,188 લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયામાં અત્યાર સુધી 4 લાખ 97 હજાર 600 લોકો સ્વસ્થ થઈ ગયા છે.


મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત યૂરોપમાં સંક્રમણના 11 લાખ 15 હજાર 555 મામલા સામે આવ્યા છે અને 97,985 મોત થયા છે. અમેરિકામાં આ મહામારી સૌથી ઝડપથી વધી રહી છે. જે મહામારીનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. અમેરિકામાં કોરોનાની અસર ઇટાલી, ચીન કરતા પણ વધુ ભયાનક દેખાઈ રહી છે. અહીં અત્યાર સુધીમાં 7,06,779 કેસ સામે આવ્યા છે. જ્યારે 37 હજારથી વધુના મોત થયા છે અને 59 હજાર 672 લોકો સાજા થયા છે.  સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 14 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ન્યૂજર્સીમાં 3800 લોકોના મોત થયા છે.

ઈટાલી કોરોના વાયરસથી દુનિયામાં બીજો સોથી પ્રભાવિત દેશ છે. અહીં 22,745 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને સંક્રમણના કેસ 1 લાખ 72 હજાર 434 છે. તેના બાદ સ્પેનમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સ્પેનમાં 20,043 લોકોના મોત થઈ ચૂક્યા છે અને સંક્રમિતોની સંખ્યા 1 લાખ 91 હજાર 726 થઈ ગઈ છે.

ફ્રાન્સમાં 18, 681 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખ 47 હજાપ 969 થઈ ગઈ છે. બ્રિટનમાં 14,576 મોત અને 1 લાખ 8 હજાર 692 કેસ છે. ઈરાનમાં મૃતકોની સંખ્યા 5,031 છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા કુલ 80,860 છે.

ચીનમાં અત્યાર સુધીમાં 4623 મોત થયા છે અને સંક્રમણના 82,719 કેસ હોવાનું જણાવ્યું છે. યૂરોપમાં અત્યાર સુધી 1,115,555 કેસ સામે આવ્યા છે અને 97,985 મોત થયા છે. અમેરિકા અને કેનેડાના કુલ 7,38,706 કેસ સામે આવ્યા છે અને 38,445 મોત થયા છે. એશિયામાં 1,58,764 મામલા સામે આવ્યા છે, જ્યારે 6,837 મોત થયા છે. પશ્ચિમ એશિયામાં 1,19,462 કેસ અને 5,452 મોત થયા છે.