Pashmina Roshan : સુપરસ્ટાર ઋત્વિક રોશનની કજિન બહેન બહુ જલદી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે, આ માટે તેને તૈયારીઓ કરી લીધી છે. જોકે ડેબ્યૂ પહેલા જ તેને પોતાના ફેન્સને પોતાનો હૉટ અવતાર બતાવીને ચોંકાવી દીધા છે. રોશન ફેમિલીની જેમ જ પશ્મીના રોશનનુ નામ પણ ફિલ્મી દુનિયામાં ધૂમ મચાવા માટે તૈયાર છે. સોશ્યલ મીડિયા પર તેને તેના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે ટૉન્ડ અને કર્વ બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. જુઓ તસવીરો...... 


પશ્મીના રોશને શનિવારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ પણ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે પશ્મીના રોશન રેડ કલરના ઓફ શૉલ્ડર ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં પશ્મીના રોશનનો લૂક ખુબ સિઝલિંગ લાગી રહ્યો છે. વળી, પશ્મીના રોશન પોતાની કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે. 


સોશ્યલ મીડિયા પર પશ્મીના રોશનનો આ શાનદાર અંદાજ ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે. તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહ્યાં છે. પશ્મીના રોશન સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 






રાકેશ રોશન, રાજેશ રોશન અને એક્ટર ઋત્વિક રોશન બાદ પશ્મીના રોશન પણ બૉલીવુડમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે, તેને કમર કસી લીધી છે.






ખાસ વાત છે કે, પશ્મીના રોશન બૉલીવુડના સુપરસ્ટાર શાહિદ કપૂરની સુપરહિટ ફિલ્મ ઇશ્ક વિશ્કના રિમેક ઇશ્ક વિશ્ક રીબાઉન્ડથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ આગામી વર્ષ 2023માં રિલીઝ થવાની છે.










'