એક-બે નહીં આ 5 બૉયફ્રેન્ડ સાથે દીપિકા રહી ચૂકી છે રિલેશનમાં, રણવીરસિંહ છે છઠ્ઠો BF, જુઓ લિસ્ટ
રણવીરસિંહઃ- રણબીર કપૂર સાથે ધોખો મળ્યા બાદ દીપિકા ખુબ પરેશાન થઇ ગઇ હતી, પણ તે બ્રેકઅપના ગમમાંથી બહાર નીકળી અને એક ટૉપ એક્ટ્રેસ બની. આ દરમિયાન તેને રણવીરસિંહનો સાથ મળ્યો અને બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા. હવે 14-15 નવેમ્બરે બન્ને લગ્નગ્રંથીથી જોડવવા જઇ રહ્યાં છે. બન્નેનું અફેર ખુબ લાંબા સમયથી ચાલી રહ્યું છે.
રણબીર કપૂરઃ- દીપિકા અને રણબીર 'બચના એ હસીનો'ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતું. દીપિકાએ પોતાની ગરદન પર RKનું ટેટૂ પણ બનાવડાવ્યુ હતું. જોકે, બાદમાં બન્ને અલગ થઇ ગયા અને તેનુ કારણ કેટરીના હોવાનું કહેવાઇ રહ્યું હતું. જોકે, બન્નેએ બ્રેકઅપ બાદ પણ ફિલ્મોમાં કામ કર્યુ હતું.
સિદ્ધાર્થ માલ્યાઃ- દીપિકા કિંગફિશરની કેલેન્ડર ગર્લ હતી, તે સમયે તેનું અફેર વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે ચર્ચામાં આવ્યું હતું. આઇપીએલ મેચ દરમિયાન પણ બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.
યુવરાજ સિંહઃ- એકસમયે ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ પણ દીપિકા સાથે ચર્ચામાં રહ્યો હતો. દીપિકા હંમેશા યુવરાજને ચીયર કરતી જોવા મળતી હતી, બન્ને ડિનર પર પણ સાથે રહેતા હતા. આ રિલેશન પણ લાંબુ ટક્યુ નહીં.
ઉપેન પટેલઃ- રિપોર્ટ્સ અનુસાર, નિહારના બ્રેકઅપ બાદ ઉપેન પટેલ દીપિકા સાથે રિલેશનમાં આવ્યો હતો. બન્ને મૉડલિંગના દિવસોથી એકબીજાના પરિયચમાં હતા. જોકે, બાદમાં ટુંકાગાળામાં જ બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.
નિહાર પંડ્યાઃ- દીપિકા સૌથી પહેલા નિહાર સાથે 2005માં રિલેશનમાં આવી, બન્નેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઇ, બન્ને સારા મિત્રોમાં પ્રેમી બની ગયા. જોકે, બાદમાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.
મુંબઇઃ દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે રણવીરસિંહ સાથે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. રણવીરસિંહ સાથે તેનું અફેર લગભગ 5 વર્ષથી ચાલી રહ્યું છે, પણ તમને ખબર છે રણવીરસિંહ સિવાય પણ પાંચ અન્ય બૉયફ્રેન્ડ સાથે રિલેશનમાં રહી ચૂકી છે દીપિકા. અહીં તેની માહિતી આપવામાં આવી છે.