અમદાવાદની 4 વર્ષની છોકરીને સ્પેનની શિક્ષિકાએ લીધી દત્તક, ક્યારે જશે સ્પેન? જાણો વિગત
હીરને દત્તક લીધાના 24 કલાકમાં તો એના તેના વખાણ કરતાં થાકતી નથી. એના કહે છે હીરને કલર અને પેઈન્ટિંગનો ભારે શોખ છે. એટલા માટે જ તેણે નવી પેઈન્ટ બૂક લાવી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં કોઈ વિદેશી નાગરીકે બાળકને દત્તક લીધું હોય. આ પેહલાં 2 બાળકોને અમેરિકન નાગરીકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. પરંતુ આ વખતે હીરના દત્તક લેવામાં ખાસ વાત એ છે કે એના એક સિંગલ મધર છે. જે અનેક વિદેશી ભાષાની જાણકાર હોવાની સાથે ફ્રેન્ચ ભાષાની ટીચર છે.
દત્તક લેવાની તમામ પ્રોપેસ પૂર્ણ થઈ ગઈ હોવાથી હીર હવે સોમવારના દિવસે એના સાથે કાયમ માટે સ્પેન જવા રવાના થશે. ચાર વર્ષ પહેલા દેશમાં સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી(CARA) બનાવવામાં આવ્યા બાદ અમદાવાદના શિશુ ગૃહમાંથી આ ચોથી ઘટના છે.
આજથી લગભગ 2 વર્ષ પહેલા અમદાવાદના રસ્તા પર તરછોડાયેલી હીર મળી આવી હતી. જે બાદ તેને અમદાવાદના શીશુ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી. પરંતુ હીરના ભાગ્યમાં ઉપરવાળાએ કંઈક અલગ જ લખ્યું હતું અને તરછોડાયેલી હીરને સ્પેનના મેડ્રિડમાં એનાના સ્વરૂપે પાલક માતા મળી ગઈ છે.
4 વર્ષની નાની હીર પોતાની નવી પેઈન્ટિંગ બુક્સમાં ખોવાઈ ગઈ છે અને અલગ-અલગ ચિત્રોમાં રંગ ભરી રહી છે. હીરને ખબર નથી પણ આ રંગ હવે તેના બેરંગ જીવનમાં પણ ભરાઈ રહ્યા છે. અમદાવાદના શિશુ ગૃહમાં આશ્રય લઈ રહેલી તરછોડાયેલી હીરને સ્પેનની 42 વર્ષીય એના પિલર ગીલ ડે લા પુન્ટેએ દત્તક લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -