મુંબઈ: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે અને અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે કોરોના વાયરસનો ભય બોલીવુડ સ્ટાર્સને પણ સતાવવવા લાગ્યો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણને કોરોના વાયરસને ડર લાગવા લાગ્યો છે. તાજેતરમાં જ દીપિકાના મેનેજરે તેના વિદેશ પ્રવાસ અંગે મોટી માહિતી આપી છે.
મહત્વની વાત છે કે, આ પહેલા રણબીર કપૂર એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો તેને પણ કોરોના વાયરસના ડરને કારણે તે એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
દીપિકા પાદુકોણે કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને પેરિસમાં ચાલી રહેલા ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લેવાની તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો.
દીપિકા પાદુકોણને લક્ઝરી ફેશન હાઉસ ‘લૂઇ વિટોં’ દ્વારા પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું જે 3 માર્ચ સુધી ચાલવાનું છે. તાજેતરમાં કોરોના વાયરસના વધતાં જતાં કેસોને જોતાં દીપિકાએ તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો.
દીપિકાના મેનેજરે કહ્યું હતું કે, દીપિકા પાદુકોણ હાલમાં ચાલી રહેલા પેરિસ ફેશન વીક અંતર્ગત લૂઈ વિટોંના ફેશન વીક 2020ના કાર્યક્રમમાં ભાગ લેવા ફ્રાન્સ જઈ રહી હતી. જોકે ફ્રાન્સમાં કોરોના વાયરસની તાજેતરની પરિસ્થિતિને કારણે તેણે પોતાની પ્રવાસ રદ્દ કર્યો છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણે કેમ રદ્દ કર્યો પેરિસ પ્રવાસ? કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2020 09:25 AM (IST)
દીપિકા પાદુકોણે કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને પેરિસમાં ચાલી રહેલા ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લેવાની તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -