મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી રહી છે. તે સમયે એક ફોટોગ્રાફર તેનો ફોટો પાડી રહ્યો હતો ત્યારે દીપિકાએ ફોટોગ્રાફરને હસતાં-હસતાં કારમાં બેસવાનું કહ્યું હતું.


આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દીપિકા હસતાં-હસતાં એરપોર્ટની બહાર આવતી જોવા મળી રહી હતી. તે સમયે ફોટોગ્રાફર તેનો ફોટો પાડવા માટે ઉતાળવો થતો જોવા મળ્યો હતો ત્યારે દીપિકાએ તે ફોટોગ્રાફરને ગાડીમાં બેસવાનું કહ્યું હતું. દીપિકા ફોટોગ્રાફરને ઈશારો કરીને ‘આવી જા બેસી જા’ તેવું કહે છે.


દીપિકા સિલ્વર કલરનું ટ્રાઉજર અને સફેદ ટોપમાં જોવા મળી હતી. દીપિકાનો આ વીડિયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે.