નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ભારતની એકટ્રેસ દિશા પટાનીથી પ્રોડ્યૂસર નારાજ હોવાની વાત સામે આવી છે. હાલમાંજ દિશા પટનીની ત્રણ ફિલ્મો સતત સુપરહિટ રહી છે. તેના કારણે હવે ચર્ચા છે કે, દિશા પટનીને સફળતા માથે ચડી ગઈ છે.

દિશાએ હાલમાં જ ફિલ્મ મંગલનું શૂટિંગ શરૂ કર્યં છે. ત્યારે સેટ પર તેને ઈજા થઈ હતી પરંતુ બાદમાં તેણે ફરી કામ ચાલું કર્યું હતું. તેના પ્રોફેશનલ એટિટ્યૂડના વખાણ પણ ખૂબ થયા હતા. જોકે હવે ચર્ચા છે કે દિશા જે ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે તેના સેટ પર નખરા કરી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર દિશાના આ વ્યવહારથી ફિલ્મોના પ્રોડ્યૂસર્સ પણ મુશ્કેલીમાં પડી ગયા છે કારણ તેના લીધે ફિલ્મના શૂટિંગમાં મુશ્કેલી આવી રહી છે.

આ અહેવાલ બાદ એક પ્રોડ્યૂસરે જણાવ્યું કે, દિશાનો વ્યવહાર પાછલા કેટલાક દિવસોથી બદલાયેલો છે. તે સેટ પર લાંબા સમય સુધી ઉભી નથી રહેતી. તે માને છે કે બધુ તે કહે તેમ જ થાય. એટલુ જ નહીં દિશાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે દરેક કમિટમેન્ટની સાથે દિશાના નિર્ણય આગળ-પાછળ થતા રહે છે અને દરેક સમયે તેનો આ પ્રકારનો મૂડ પ્રોડ્યૂસર્સને હેરાન કરી રહ્યો છે.