મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. દિશા પોતાને ફિટ રાખવા માટે સતત મહેનત કરે છે. સોશિયલ મીડિયા પર દિશા પટણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા સ્ટંટ કરતી જોવા મળે છે. દિશાનો બૈકફ્લિપ સ્ટંટ વીડિયો જોઈ તેના ફેન્સ પણ હેરાન છે.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિશા બૈકક્લિપ કરતી જોવા મળે છે. દિશાના આ અંદાજને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ફેંસ સાથે શેર કરતા દિશાએ લખ્યું, બૈકફ્લિપની મારી પ્રથમ કોશિશ, હજુ પણ તેને સારી રીતે કરવાની જરૂર છે પરંતુ ડર નિકળી ગયો. દરેક દિવસ બદલાવ લાવે છે.


ફેંસ તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા દિશાનો કર્ટવ્હીલ કરતો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.