મુંબઈ: કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની પણ ફરજ પડી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કોરોના વાયરસનાં કારણે બોલિવુડમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. દિશા પટની કારમાં બેસવા માટે કાર તરફ આવી રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે દિશાને સેનિટાઇઝર ઓફર કરી રહ્યો હતો જોકે દિશા તેને લગાવવાની ના પાડી દીધી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે દિશા પટનીનો ડ્રાઈવર તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પૂછે છે પરંતુ દિશા નાં પાડી દીધી હતી. દિશા ડ્રાઈવરને નાં પાડીને કારમાં બેસી જાય છે. દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
દિશાનાં વાયરલ વીડિયો પર લોકો મજાક ઉડાવી રહ્યા છે. લોકોએ વિવિધ રીતે દિશા પટનીની ઠેકડી ઉડાવી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, દિશા તો પુરુષોની જેમ ચાલતાં નજરે પડી રહી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે, પહેલીવાર દિશા પહેલીવાર કવર્ડ બોડીમાં દેખાઈ રહી છે.
ડ્રાયવરે સેનિટાઈઝર ઓફર કરી તો દિશા પટનીએ શું આપ્યો જવાબ? જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2020 11:44 AM (IST)
દિશા પટની કારમાં બેસવા માટે કાર તરફ આવી રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે દિશાને સેનિટાઇઝર ઓફર કરી રહ્યો હતો જોકે દિશા તેને લગાવવાની ના પાડી દીધી
- - - - - - - - - Advertisement - - - - - - - - -