મુંબઇઃ બૉલીવુ઼ડ અભિનેત્રી દિશા પટની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ માટે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે. તેના એકાઉન્ટમાં એટલે કે તેને ઇન્સ્ટાગ્રામ પર 40 મિલીયન અને ટ્વીટર પર 5.8 મિલીયન લોકો ફૉલો કરી રહ્યાં છે.


અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને જોઇને ફેન્સ કૉમેન્ટમાં આવી બીજી વધુ તસવીરોની માંગ કરી રહ્યાં છે. દિશાએ જે તસવીર શેર કરી છે તેમાં તે પીળા રંગના સ્વિમસૂટમાં દેખાઇ રહી છે.



સોશ્યલ મીડિયા પર દિશા પટનીની આ તસવીરની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. એક ફેને કૉમેન્ટ કરી કે હરણ પણ શરમાઇ જાય એવી સુંદરતા, બીજા ફેન્સે લખ્યું- પીળો રંગ તમારી ઉપર ખુબ સરસ રીતે શોભે છે. વળી એક યૂઝરે લખ્યુ- તમે ખુબ પ્યારા છો.

ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર સામે આવેલી આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર 19 લાખ 23 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. વળી 14 હજારથી વધુ લોકો આના પર અવનવી કૉમેન્ટ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ દિશા પટની અપકમિંગ ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે દેખાશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ