મુંબઈ: એક્ટ્રેસ દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ મલંગએ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 6.71 કરોડની કમાણી કરી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ થિયેયરમાં રિલીઝ થઈ હતી. ક્રિટિક તરફથી ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા.

બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ દિવસે 6.71 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મલંગની સાથે 6 અન્ય ફિલ્મો પણ રિલીઝ થઈ છે. જેમાં શિકારા અને હેક્ડ જેવી ફિલ્મો પણ સામેલ છે અને મલંગનું બોક્સ ઓફિસ કલેક્શન અન્ય ફિલ્મો કરતાં સારું છે.


આદિત્ય અને દિશા સિવાય ફિલ્મમાં અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ છે. કુનાલનો રોલ ટ્રેલરમાં ઘણો ઓછો જોવા મળે છે પણ તેનો રોલ સરપ્રાઈઝ પેકેજ છે ઘણો રસપ્રદ છે. ફિલ્મની પબ્લિસિટી જોતાં એવું લાગે છે કે ફિલ્મ પ્રથમ સપ્તાહમાં સારો બિઝનેસ કરી શકે છે.