કોલકત્તા: આઈપીએલની 12મી સીઝનમાં ખેલાડીઓ અને અમ્પાયરની વચ્ચેના સંબંધ વધુ વણસી રહ્યા છે. એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને અમ્પાયર નિગેલ લોન્ગની વચ્ચે થઈ હતી.

આ ચર્ચા બાદ અમ્પાયર નિગેલ લોન્ગ એટલા બધાં નારાજ હતા કે હૈદ્રાબાદની ઈનિંગ્સ બાદ અમ્પાયર રૂમમાં પહોંચ્યા તો તેમણે પોતાનો ગુસ્સો રૂમના દરવાજા પર કાઢ્યો હતો અને જોરથી દરવાજાને લાત મારી હતી. ગુસ્સામાં લોન્ગની લાત એટલી જોરદાર હતી કે રૂમનો દરવાજો ડેમેજ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ લોન્ગે કર્ણાટક ક્રિકેટ એસોસીએશન સાથે વાત કરી અને ભૂલ થતાં 5000 રૂપિયા ચૂકવી પણ દીધા હતાં.

4 મે શનિવારના રોજ જ્યારે રોયલ ચેલેન્જર્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમ આ ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડની પોત-પોતાની છેલ્લી મેચ રમી રહી હતી. આ દરમિયાન અમ્પાયર નિગેલ લોન્ગે RCBના ઝડપી બોલર્સ ઉમેશ યાદવના એક બોલને નો બોલ ગણાવી દીધો હતો. પરંતુ આ વખતે અનુભવી અમ્પાયર લોન્ગથી ભૂલ ચોક્કસ થઈ ગઈ હતી. જ્યારે ટીવી રિપ્લેમાં ફૂટેજ સામે આવ્યા તો ખબર પડી કે ઉમેશ યાદવનો પાછળનો પગ લાઇનની પાછળ જ પડ્યો હતો.

મેદાનમાં લાગેલી સ્ક્રીન પર રિપ્લે જોયા બાદ ઉમેશ યાદવ અને વિરાટ કોહલીએ અમ્પાયરના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે અમ્પાયરે અહીં નિર્ણય પરત લીધો નહીં. ઉલ્લેખનીય છે કે 50 વર્ષના નિગેલ લૉન્ગ આઇસીસીની એલીટ પેનલમાં પણ સામેલ છે.

સાક્ષીના મતે જ્યાં સનરાઇઝર્સ હૈદ્રાબાદની ઈનિંગ્સ પૂરી થઈ ત્યાર બાદ અમ્પાયર લોન્ગ પોતાના સાથી અમ્પાયરની સાથે પેવેલિયનમાં આવ્યા હતા અને ગુસ્સામાં તેમણે અમ્પાયર રૂમના દરવાજા પર જોરથી લાત મારી હતી. જેના કારણે દરવાજાને નુકસાન થયું હતું. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસીએશને આ મામલાની માહિતી મેચ રેફરી નારાયમ કટ્ટીએ આપી હતી. જોકે ત્યાર બાદ લોન્ગે કર્ણાટક ક્રિકેટ એસોસીએશન સાથે વાત કરી અને ભૂલ થતાં 5000 રૂપિયા ચૂકવી પણ દીધા હતાં.