ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કરવાની હોવાના સવાલનો આ હોટ એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?
જણાવી દઈએ કે પંડ્યા હાલમાં ભારતી ક્રિકેટ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. માનવામાં આવી રહ્યું છે કે પંડ્યા જ્યારે ભારત આવશે ત્યારે તે આ અંગે કોઈ નિવેદન આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બૉલીવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા અને સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાના રિલેશનની ચર્ચાએ હાલમાં ખૂબ જોર પકડ્યું છે. એવામાં એવી પણ ખબરો આવી હતી કે બન્ને ટૂંક સમયમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે, જો કે આ બન્નેએ આમ મામલે એકબીજા વિશે કોઈ નિવેદન આપ્યું નથી પણ હવે ઈશાએ પહેલીવાર આ રિલેશનને લઈને મૌન તોડ્યું છે.
હાલમાંજ એવી ખબરો સામે આવી હતી કે ઈશા અને હાર્કિદ પંડ્યા જલ્દીજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેની વચ્ચે ઈશાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે અત્યારે લગ્ન નથી કરી રહી. તેણે કહ્યું હું, હું જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તમને જણાવીશ, પરંતુ તેનો યોગ્ય સમય આવ્યો નથી.
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા એલી અવરામ સાથે પણ જોડાઈ ચુક્યું છે, કહેવામાં આવે છે, આ બન્નેના રિલેશનશિપમાં એલી અવરામ સીરિયસ હતી પરંતુ પંડ્યા તેને લઈને કોઈ કમિટમેન્ટ કરવા માંગતો નહતો. જેના કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
ઈશાએ પાતોના લગ્નની અટકળો વચ્ચે પોતાનું નિવેદન તો આપી દીધું છે, પરંતુ હાર્દિક પંડ્યાનુ આ અંગે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. હાર્દિક પંડ્યા અને ઈશા થોડા મહિના પહેલા એક પાર્ટીમાં મળ્યા હતા ત્યારથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -