ઇશા ગુપ્તાએ ટ્વીટમાં લખ્યુ 'જો મારા જેવી મહિલાઓ અસુરક્ષિત અનુભવી શકે છે, તો પછી સામાન્ય છોકરીઓનું શું, સુરક્ષાકર્મીઓ હોવા છતાં મને એવું લાગ્યુ કે મારી સાથે રેપ થઇ રહ્યો છે... રોહિત તુ ખુબ ખરાબ છે...'
ઇશાએ બીજા ટ્વીટમાં લખ્યુ, 'રોહિત વિજ જેવા લોકોના કારણે જ મહિલાઓ ક્યાંય સુરક્ષિત અનુભવતી નથી. તુ મારી આસપાસ હોવુ અને તાકીને જોવુ કાફી છે.'
આ ઉપરાંત એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બીજા પણ ટ્વીટ કર્યા જેમાં હૉટલ માલિક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેને કહ્યું હૉટલમાં મારી સાથે રેપ થઇ રહ્યો હતો. હૉટલ માલિક આખી રાત મારી સામે તાકી તાકીને જોતો રહ્યો હતો.