એક્ટ્રેસે પોતાના કો-સ્ટાર વિરુદ્ધ નોંધાવી છેડતીની ફરિયાદ, પોલીસે એક્ટરની કરી અટકાયત
પોલીસ ફરિયાદ અનુસાર સુભાષ અને પીડિતા મરાઠી ‘રોલ નંબર 18’ નામની ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે. ગત બે વર્ષથી આ અભિનેતા હેરાન કરતો હતો. આ ફિલ્મનું શૂટિંગ રાજ્યભરમાં થઈ રહ્યું હોવાથી તેમણે સાથે જ પ્રવાસ કરવો પડે છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય ત્યારે સુભાષ પીડિતાની અને નજીક આવવાનો અને તેને ટચ કરવાનો પ્રયાસ કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇ: મરાઠી ફિલ્મની એક એક્ટ્રેસે પોતાના કો-સ્ટાર સુભાષ યાદવ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મુંબઈમાં રહેતી 23 વર્ષીય અભિનેત્રીએ ફિલ્મ શૂટિંગ દરમિયાન સહ અભિનેતા વિરુધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેની વાનવડી પોલીસે ધરપકડ પણ કરી હતી. શરૂઆતમાં અભિનેત્રીએ આ વાતની કોઈ દરકાર કરી નહોતી, પરંતુ વિરોધ ન કરતા એક્ટર સુભાષે પોતાની હદ વટાવતા કંટાળીને અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સુભાષ અને પીડિતા મરાઠી ‘રોલ નંબર 18’ નામની ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે. ગત બે વર્ષથી આ અભિનેતા હેરાન કરતો હતો. આ ફિલ્મનું શૂટિંગ રાજ્યભરમાં થઈ રહ્યું હોવાથી તેમણે સાથે જ પ્રવાસ કરવો પડે છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય ત્યારે સુભાષ પીડિતાની અને નજીક આવવાનો અને તેને ટચ કરવાનો પ્રયાસ કરતો હતો.
વાનવડી પોલીસસ્ટેશને છેડતીનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. જે દરમિયાન રવિવારે જ આરોપીને કોર્ટમાં હાજર કરાતાં જામીન મંજૂર થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -