નવી દિલ્હીઃ અભિનેતા વરુણ ધવન ફિલ્મોની સાથે સાથે પોતાની ફિટનેસનુ પણ ખુબ ધ્યાન રાખે છે. તે દરરોજ વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જ તેને પોતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો પર વરુણની ફિલ્મની હીરોઇન ઇલિયાના ફિદા થઇ ગઇ છે. તેને એક મજેદાર કૉમેન્ટ કરી છે.
વરુણે શેર કર્યો વર્કઆઉટ વીડિયો...
વરુણે આ વીડિયો બુધવારો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને પૉસ્ટ કરતાં તેને લખ્યું- "MR BOOMBATIC –flow. આમાં તે એકદમ ફિટ પણ દેખાઇ રહ્યો છે. તેના આ વીડિયો પર કેટલાય બૉલીવુડ સ્ટાર્સે કૉમેન્ટ કરી છે. જેમાં અપારશક્તિ ખુરાના, દિયા મિર્ઝા, અમાયરા દસ્તૂર, સોફી ચૌધરી સામેલ છે.
ઇલિયાનાએ વરુણને આપી ખાસ સલાહ...
પરંતુ આ બધાની વચ્ચે જેની કૉમેન્ટે ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ તે છે ઇલિયાના. વરુણની સાથે ફિલ્મ તેરા હીરોમાં જોવા મળેલી એક્ટ્રેસ ઇલિયાનાએ વરુણના વીડિયો પર જોરદાર કૉમેન્ટ કરતા લખ્યું- તમારે એક સારી યોગા મેટ લેવાની જરૂર છે...
આ ફિલ્મોમાં જોવા મળશે વરુણ ધવન....
ઉલ્લેખનીય છે કે વરુણની ફિલ્મ ભૂમિ અમર કૌશિક દ્વારા અભિનિત કરવામાં આવી રહી છે, જેમાં તે કૃતિ સેનનની સાથે દેખાશે. ફિલ્મમાં અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત જુગ જુગ જિઓમાં અનિલ કપૂર, કિયારા અડવાણી, નીતૂ કપૂર અને પ્રાજક્તા કોલીની સાથે સ્ક્રીન શેર કરવાનો છે.
વરુણ અને નતાશાએ લગ્ન કર્યા...
એક્ટર વરુણ ધવને તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા, બન્નેના લગ્ન અલીબાગમાં ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન બાદ હવે બન્નેના હનીમૂનની ચર્ચા થઇ રહી છે. કેટલાક રિપોર્ટ કહી રહ્યાં હતા કે ન્યૂલી વેડ કપલ હનીમૂન માટે તુર્કી જઇ જવાના હતા. પરંતુ વરુણે પોતાનું હનીમૂન પૉસ્ટપૉડ કરી દીધુ હતુ. વરુણ પોતાની અપકમિંગ ફિલ્મ ભેડિયાનુ શૂટિંગ કરવા માટે પોતાની હનીમૂન ટ્રીપને કેન્સલ કરી દીધી હતી.
ભેડિયામાં અલગ અવતારમાં દેખાશે....
ખરેખરમાં વરુણ ભેડિયાને લઇને ખુબ ઉત્સાહિત છે, આ એક મૈડૉક ફિલ્મ્સની સાથે તેનુ બીજુ આઉટિંગ છે. બદલાપુરની સફળતા બાદ એકવાર ફરીથી ફેન્સને તેને અલગ અવતારમાં જોવાનો મોકો મળશે. સુત્રો અનુસાર ભેડિયા એક હૉરર-કૉમેડી છે, જેને મૈડૉક ફિલ્મ્સ પ્રૉડ્યૂસ કરી રહ્યું છે, અને આનુ ડાયરેક્શન અમર કૌશિક કરશે.