કોરોના મહામારીના કારણે પહેલા ઓક્સિજનની અછત પડી તો હવે વેન્ટિલેટરની પણ અછત જોવા મળી રહી છે. પ્રાઇવેટથી માંડીને સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટરની શોર્ટેજ જ થઈ ગઈ છે. વેન્ટિલેટરના ડીલરનું કહેવું છે કે ડોક્ટર્સ પેશન્ટના પરિવારને કહે છે કે તમે તમારી રીતે વેન્ટિલેટર મેનેજ કરી દો જેના કારણે પેશન્ટના પરિવાર બધા ડીલર્સ જોડે આવતા હોય છે. પરંતુ ડીલર ડાયરેક્ટ પેશન્ટને ના આપી શકે જેના કારણે પેશન્ટની પણ હાલત ખરાબ છે.
વેન્ટિલેટર રેંટ પર પણ આપવામાં આવે છે અને એના ભાવ પણ વધી ગયા છે. પહેલા 2000 રૂપિયા જેટલો ભાવ હતો તે હવે વધીને 4000થી 5000 રૂપિયાનાં રેન્ટ પર હોસ્પિટલને ડીલર આપતા હોય છે.
ડીલર્સનું કહેવું છે કે રિફરબિશિંગની સરકાર ફરીથી પરમિશન આપી દે તો વેન્ટિલેટરની આ અછત પૂરી શકાય છે. રિફરબિશિંગનો અર્થ છે US-UKથી ને અહિયાં વેન્ટિલેટર ટ્રાન્સપોર્ટમાં મંગાવીને અહીંયા વેચવું. પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરથી સરકારે તેને બેન કરી દીધી અને ઇન્ડિયન કંપનીના વેન્ટિલેટર વાપરવા તેવો સરકારનો નિર્ણય હતો. જેના કારણે અત્યારે ઇન્ડિયન કંપની એટલું મેન્યુફેક્ચરિંગ નથી કરી શકતી જેના કારણે આ અછત સર્જાઈ છે.
અત્યારે વેન્ટિલેટર ૯ થી ૧૦ લાખમાં મળે છે જો રિફરબિશિંગ વેન્ટિલેટર હોય તો તે ચાર લાખમાં જ મળી રહે છે. તમામ વેન્ટિલેટર ડીલર્સ એસોસિયેશને સરકારને અરજી પણ કરી છે કે રિફરબિશિંગ માટે સરકાર પરમીશન આપે જેના કારણે આ અછત પૂરી કરી શકાય. અત્યારે 20 જેટલી હોસ્પિટલમાં વેન્ટિલેટર રેન્ટ પર આપ્યા છે એને સોલા ગ્લોબલ જેવી મોટી હોસ્પટલ પણ વેન્ટિલેટર રેન્ટ પર લઈ રહી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.