તાજેતરમાં જ બૉની કપૂરની દીકરીએ જ્હાન્વી કપૂરે બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી છે, જ્હાન્વી પોતાની નવી કાર લઇને જીમની બહાર સ્પૉટ થઇ, જ્હાન્વી કપૂરની આ કાર બ્લેક કલર MercedesMaybach છે, આની કિંમત લગભગ 2.5 કરોડની આસપાસની છે.
જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૌથી પહેલા ઇશાન ખટ્ટરની સાથે ધડક ફિલ્મમાં કામ કર્યુ, આ ફિલ્મથી તે બૉલીવુડમાં છવાઇ ગઇ હતી. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ 'Gunjan Saxena- The Kargil Girl'માં દેખાવવાની છે. આ ફિલ્મ આગામી 13 માર્ચ, 2020ના દિવસે રિલીઝ થશે.