મુંબઈ: ટીવી એક્ટ્રેસ અને કલર્સના ટીવી શો દિલ સે દિલ તકમાં તેનીની ભૂમિકા નિભાવનારી જસ્મિન ભસીન હાલ ચર્ચામાં છે. જસ્મિન ભસીન સીરીયલના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રી દરિયા કિનારે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જસ્મિન ભસીનની આ હોટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


આ પહેલા પણ અભિનેત્રીએ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. જસ્મિન કલર્સના શોમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની કો-સ્ટાર રહી ચૂકી છે. જસ્મિન તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.


જસ્મિને ઝી ટીવીના શો ટશન એ ઈશ્ક સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જસ્મિને ટોલીવૂડમાં પણ ફિલ્મો કરી છે. 'દિલ સે દિલ તક'માં તેની ભૂમિકાની પ્રશંસા કરવામા આવી હતી.