સુરતઃ સાધિકા પર બળાત્કાર મામલે નારાયણ સાંઇને સુરત સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સુરત સેશન્સ કોર્ટે સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને પણ 10 વર્ષની સજા ફટાકરી છે. જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે.


કોર્ટે પીડિતાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સાધિકા દ્વારા દુષ્કર્મની ફરિયાદ બાદ નારાયણ સાંઈને સુરત સેસન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો હતો. મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદમાં કોર્ટ રૂમમાં સરકારી અને નારાયણ સાંઇના વકીલો વચ્ચે સજા માટે દલીલો શરૂ થઈ હતી.