મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ બુધવારે ભાજપ સમર્થિત એક રેલીમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન ‘ફ્રી કાશ્મીર પ્લેકાર્ડ ’વિરુદ્ધ હતું જેને રાઈટર મેહક મિર્ઝા મુંબઈમાં પ્રદર્શન દરમિયાન લાવી હતી. મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પર સીએએ-એનઆરસી કાયદા વિરુદ્ધ અને જેએનયૂ હિંસા વિરુદ્ધ પ્રદર્શન થયું હતું.


જૂહીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને સંબોધન કરતી નજર આવી રહી છે. જેમાં તે પીએમ મોદીની પ્રશંસા કરી રહી છે. તેમણે કહ્યું, તમારામાંથી કેટલા લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ દિવસ રજા નથી લીધી. હું કોઈ પાર્ટી કે પોલિટિક્સની વાત નથી કરી રહી, હું એક એવા વ્યક્તિ વિશે વાત કરી રહી છું જે આપણા વડાપ્રધાન છે.

તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન સતત આપણા દેશને આગળ લઈ જવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. અમે શૂટિંગ પર જઈએ છે અને પોતાની જોબની ચિંતા કરીએ છીએ. મીડિયા અચાનક અમારી પાસેથી સીએએ વિશે અમારો અભિપ્રાય જાણવા માગે છે. પરંતુ અમે અત્યાર સુધી આ મુદ્દાને સમજ્યો જ નથી, ના તો અન્ય લોકોએ સમજ્યો છે. તો તમે કઈ રીતે એક પ્રતિક્રિયાની આશા રાખી રહ્યાં છો ?

તેમણે કહ્યું કે લોકો સરાકારને બહુ જલ્દી કેમ દોષી ઠેરવી રહ્યા છે ? હું કહું છું કે જો તમે કોઈ પર આંગળી ઉઠાવો તો અન્ય ત્રણ આંગળીઓ તમારી તરફ પોઈન્ટ થઈ જાય છે. તમે સમસ્યાઓના ઉકેલ માટે શું રહી રહ્યાં છો ?