'Roadies' ફેમ રઘુ રામની પત્નીએ પુત્રને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
abpasmita.in | 08 Jan 2020 08:35 PM (IST)
રઘુ રામ તેની ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિયોને ઘણા લાંબા સમયથી ડેટ કરતો હતો અને ડિસેમ્બર 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષમાં જ બંને બેબી બૉના માતા-પિતા બની ગયા છે. મા અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનું નામ ‘રિધમ’ રાખવામાં આવ્યું છે.
રોડીઝ ફેમ રઘુ રામની પત્ની નતાલી ડિ લુસિયોએ બાળકને જન્મ આપ્યો છે. નતાલીએ સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. રઘુ રામના નતાલી સાથે બીજા લગ્ન છે. રઘુ રામ અને નતાલી બાળકના આગમનથી ખૂબ ખુશ છે. રઘુ રામ તેની ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિયોને ઘણા લાંબા સમયથી ડેટ કરતો હતો અને ડિસેમ્બર 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષમાં જ બંને બેબી બૉના માતા-પિતા બની ગયા છે. મા અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનું નામ ‘રિધમ’ રાખવામાં આવ્યું છે. રઘુ રામના પ્રથમ લગ્ન સુગંધા ગર્ગ સાથે થયા હતા. જેણે જાને તુ યા જાને ના અને તેરે બિન લાદેન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાન્યુઆરી 2018માં સુગંધા સાથે તલાક બાદ રઘુ રામે ડિસેમ્બર 2018માં નતાલી સાથે લગ્ન કર્યા હતા. નતાલીએ ગત વર્ષે ફ્રેન્ડશિપ ડેના અવસર પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)