Kangana Ranaut Files FIR: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને જીવથી મારી નાંખવાની ધમકી મળી, ત્યારબાદ એક્ટ્રેસે પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે. આની જાણકારી અને એફઆઇઆરની કૉપી કંગનાએ સોશ્યલ મીડિયા દ્વારા તમામ ફેન્સની સાથે શેર કરી છે.  


કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરતા લખ્યું- મુંબઇમાં થયેલા આતંકી હુમલાના શહીદોને યાદ કરતા મે લખ્યું હતુ કે ગદ્દારોને ક્યારેય માફ ના કરવાના, ના ભૂલવાના. આ રીતના ઘટનામાં દેશની અંદરના દેશદ્રોહી ગદ્દારોના હાથ હોય છે. દેશદ્રોહી ગદ્દારોએ ક્યારેક પૈસાની લાલચથી તો ક્યારેક પદ તથા સત્તાની લાલચમાં ભારતમાંને કલંકિત કરવા માટે એક પણ મોકો નથી છોડ્યો. દેશની અંદરના જયચંદ અને ગદ્દારો ષડયંત્ર રચીને દેશ વિરોધી શક્તિઓને મદદ કરે છે, ત્યારે આ રીતની ઘટનાઓ ઘટે છે. 


કંગના રનૌતે આ સિવાય પોતાની પૉસ્ટમાં બીજી ઘણીબધી બાબતો વિશે લખ્યું છે. તેને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને ગદ્દારો પર કટાક્ષભર્યા શબ્દોનો ઉપયોગ કરીને નિશાન તાક્યુ છે. 



FIRની જાણકારી આપતા કંગનાએ લખ્યું- હું ધમકી આપનારાઓ વિરુદ્ધ પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે. મને આશા છે કે પંજાબ સરકાર પણ જલદી કાર્યવાહી કરશે. દેશ મારા માટે સર્વોપરી છે, આના માટે મને મારે બલિદાન પણ આપવુ પડે તો મને સ્વીકાર્ય છે, પણ હું ના ડરી છું ના ક્યારેય ડરીશ, દેશના હિતમાં, ગદ્દારો વિરુદ્ધ ખુલીને બોલતી રહીશ.




કંગનાએ છેલ્લે જય હિન્દ, જય ભારતની સાથે પોતાની પૉસ્ટનો અંત કર્યો છે. 






 


બૉલીવુડ ક્વિન ગણાતી કંગનાને તાજેતરમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ પોતાની મોટી ફિલ્મ તેજસને લઇને પણ ચર્ચામાં આવી હતી, તેને તેજસનુ શૂટિંગ પુરુ ક લીધુ છે. તેજસનુ શૂટિંગ પુરુ થવાની ખુશીમાં કંગના પોતાની ટીમની સાથે સેલિબ્રેશન કરતી સ્પૉટ થઇ હતી. કંગનાના હાઇ ફેશન સેન્સર પૈપરાજીના સેન્ટર પર હતી. જ્યાં તેને કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી.