કંગનાની ટીમે સોશિયલ મીડિયા પર તેનો એક વર્કઆઉટનો વીડિયો શેર કરી લખ્યું હતું કે, મોટિવેટેડ રહો અને આળસને તમારી આસપાસ પહોચવા ન દો. તેણે 5 કિલો વજન ઉતાર્યું. કંગના રનૌત 2 મહિનામાં 20 કિલો વજન ઘટાડવાની છે જેથી તે તેની આગામી ફિલ્મ ધાકડના રોલ માટે ફિટ થઇ શકે.
કંગના રનૌતે લોકડાઉન પહેલાં ફિલ્મ થલાઈવીના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં જયલલિતાના રોલ માટે કંગનાએ વજન વધાર્યું હતું.