શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 210 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 1574 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 12 મોત નિપજ્યાં હતાં. તેમાંથી મુંબઈમાં 10, પનવેલ અને વસઈ વિરારમાં એક-એક કોરોના સંક્રમિતથી મોત નિપજ્યાં હતાં. મુંબઈમાં જીવ ગુમાવનારાની ઉંમર 46થી 75 વર્ષ વચ્ચે છે. મૃતકોમાં 6 પુરુષ અને ચાર મહિલા છે.
શુક્રવારે મધ્યપ્રદેશમાં સંક્રમણના 40 નવા કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 22 રિપોર્ટ ઈન્દોરમાં અને 14 ભોપાલમાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. આ સાથે ઈન્દોરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 235 અને ભોપાલમાં 112 થઈ છે. આ ઉપરાંત મુરૈનામાં 13, ઉજ્જૈનમાં 15, ખરગોનમાં 12, બડવાનીમાં 14, જબલપુરમાં 9, ગ્વાલિયરમાં 6, ઈટારસીમાં 6, છિંદવાડામાં 4, ખંડવામાં 5, દેવાસમાં 3, શિવપુરી-વિદિશામાં 2-2, જ્યારે ધાર, બૈતૂલ, શ્યોપુર, રાયસેન રતલામમાં એક-એક દર્દી છે.