મેલબોર્નઃ આગામી વર્ષ 2020માં ક્રિકેટ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, આ માટે આઇસીસી દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનના હાથે શુક્રવારે મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા)માં પુરુષો તથા મહિલા ટી20 વર્લ્ડકપની ટ્રૉફીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. અનાવરણ કર્યા બાદ એક્ટ્રેસે કહ્યું કે હું સન્માનિત અનુભવી રહી છું.

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપની ટ્રૉફીનું કરીના કપૂર ખાનના હાથે અનાવરણ કરાયા બાદ, કરીના કહ્યું કે, આ પ્રતિષ્ઠિત સંધ્યાનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહી છું, હું આ બધી મહિલાઓને પ્રોત્સાહિત કરવા ઇચ્છીશ, જે પોતાના સપનાઓને સાકાર કરવા પોતાના દેશ માટે રમી રહી છે, એક આંતરરાષ્ટ્રીય મંચ પર તેમને આગળ વધતા જોઇને હું આનંદીત છું. આ ટ્રૉફીનુ અનાવરણ કરવુ મારા માટે ગર્વની વાત છે.



નોંધનીય છે કે આગામી ટી20 વર્લ્ડકપ 2020 ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો છે, અને આ માટે આઇસીસીએ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે.