નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં સોશિયલ મીડિયાના વધતા ઉપયોગના કારણે ટ્વિટર પોતાની રણનીતિમાં કેટલોક ફેરફાર કરશે. આવનારા દિવસોમાં તમને ટ્વિટર પર રાજકીય પાર્ટીઓની પોસ્ટ અને પ્રચાર જોવા નહી મળે. વાસ્તવમાં ટ્વિટર આગામી મહિનાથી પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે.

ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારીએ બુધવારે નિવેદન જાહેર કરી કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી સૂચનાઓ સાથે ચૂંટણી જીતવાનો પ્રયાસને રોકવા માટે દબાણનો સામનો કરીએ છીએ જેથી ટ્વિટર આગામી મહિનાથી રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે.


આ અંગે ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ પોતાના એકાઉન્ટથી અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, પ્લેટફોર્મ (ટ્વિટર)નું માનવું છે કે રાજકીય સંદેશની પહોંચ પ્રાપ્ત થવી હોવી જોઇએ નહી કે ખરીદી થવી જોઇએ. નોંધનીય છે કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા કંપનીઓ જેમ કે ટ્વિટર અને ફેસબુક પર ખોટી જાણકારીઓ ફેલાવનારી જાહેરાતોને રોકવા માટેનું દબાણ વધી ગયું છે. નોંધનીય છે કે ટ્વિટર પર રાજકીય જાહેરાતો પર લાગનાર આ પ્રતિબંધ 22 નવેમ્બરથી શરૂ થશે.