નવી દિલ્હીઃ અમેરિકન ટીવી સ્ટાર અને મૉડલ-એક્ટ્રેસ કિમ કાર્દશિયાંએ મોટો ખુલાસો કર્યો છે, તેને કહ્યું કે, તે નાનપણથી જ પૈસા અને ખ્યાતિની શોખીન છે. નાની હતી ત્યારથી જ તેના પર પૈસા અને ખ્યાતિનુ ઝનૂન સવાર થઇ ગયુ હતુ.

ફિમેલ ફર્સ્ટ ડૉટ કો ડૉટ યૂકેના એક રિપોર્ટ પ્રમાણે, કિમ કાર્દશિયાંએ પોતાના પતિ કાન્યે વેસ્ટ સાથે વોગ અરેબિયાને એક ઇન્ટરવ્યૂ આપ્યુ જેમાં તેને મોટા ખુલાસા કર્યો હતો. કિમે કહ્યું કે, "પૈસા પહેલાથી લક્ષ્ય રહ્યું, પણ મારા પર ખ્યાતિ મેળવવાનું ઝનૂન સવાર હતુ, તે પણ વધુ પડતુ. હું માનુ છું કે ખ્યાતિની લત લાગી શકે છે પણ હવે તેના પરથી ધ્યાન હટી ગયુ છે."

38 વર્ષીય એક્ટ્રેસે કહ્યું કે હુ મારા કોઇપણ કામ પર પછતાવો નથી કરતી, હાલમાં તે પોતાના દિવંગત પિતાની જેમ વકીલ બનવા માટે અભ્યાસ કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, કિમ કાર્દશિયાંને ચાર બાળકો છે અને તાજેતરમાં તેના બીચ પરના બિકીની ફોટોઝ પણ વાયરલ થયા હતા.