બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો-પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ મંગળવારથી આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જોકે IMD ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું, અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે.
આજે એટલે 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.