મુંબઈ: એક્ટ્રેસ કિમ શર્મા બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. કિમ શર્માએ હાલમાં જ પોતાના એકાઉન્ટ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ મલ્ટી કલર બિકિનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે.


આ પહેલા પણ કિમ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. કિમે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી હતી.


કિમ શર્મા હાલમાં જ યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિમ જોવા મળી હતી.


ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. બાદમાં બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.