હાર્દિક પંડ્યા પર ભડકી આ બોલિવૂડ અક્ટ્રેસ, કહ્યું- ઈન્ડિયન જર્સીનું અપમાન ન કરો
કોઈના મિત્રા બોલિવૂડ સિવાય તમિલ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો કે ખોટી સર્જરીના કારણે કોઈના મિત્રાનું કેરિયર બર્બાદ થઈ ગયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈના મિત્રાએ ટ્વિટર પર લખ્યું કે, કૉંફી વિથ કરણમાં સુપર ચીપ હાર્દિક પંડ્યાની કોમેન્ટને સાંભળી, જે એકદમ હલકી, મુર્ખતાભરી અને દેખાવો હતો. હું મારા માતા-પિતાનો આભાર માનું છું કે તેઓએ મને સ્કૂલમાં મોકલી. આપણી ઈન્ડિયન જર્સી અને ઇન્ડિયન ક્રિકેટર્સનું અપમાન ન કરે.
મુંબઈ: હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલને કરણ જોહરની કોફી મોંઘી પડી રહી છે. ટૉક શૉ ‘કૉફી વિથ કરણ’માં આપેલા વિવાદીત નિવેદનને લઈને બન્ને પ્લેયર્સને બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી બહાર કરી દીધાં છે. ત્યારે હવે બોલિવૂડ એક્ટ્રેસ કોઈના મિત્રાએ હાર્દિક પંડ્યાની કોમનેટ્સની નીંદા કરી છે. અને પંડ્યાને સુપર ચીપ ગણાવ્યો છે.
નોંધનીય છે કે, તાજેતરમાંજ ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને વિવાદ વકર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -