મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદા પોતાના એક ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. ક્રિતીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે એર ઇન્ડિયાની લાપરવાહી માટે તેને ફટકાર લગાવી છે. ક્રિતીનો સામાન એરઇન્ડિયાની લાપરવાહીને કારણે ખોવાઇ ગયો હતો. આ જ કારણે હેરાન થઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયા પર ગુસ્સે થઈ હતી. ક્રિતીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ડિયર એર ઇન્ડિયા, એક વાર ફરી મારો સામાન ખોઇ દેવા માટે આભાર અને કદાચ તમારે તમારા સ્ટાફને કેટલાક બેઝિક શિષ્ટાચાર શીખવાડવા જોઇએ.


એક્ટ્રેસ ક્રિતીના આ ટ્વીટ બાદ એર ઇન્ડિયાએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું, કૃપા કરીને અમારી અપોલોજી સ્વીકારો. પ્લીઝ અમે પર્સનલ મેસેજમાં તમારી ફાઇલનું રેફરેન્સ નંબર અને બેગેજનું ટેગ નંબર મોકલી આપો. આ સિવાય ફ્લાઇટની ડિટેલ્સ પણ મોકલી આપો જેથી અમે બેગ સંભાળનારી ટીમ સાથે ચેક કરી શકે.


ક્રિતીએ એક અન્ય ટ્વીટ રીટ્વીટ કરતાં લખ્યું, હું તમારી માફી સ્વીકારવા માગીશ પણ દુભાગ્યથી હજી સુધી મારી બેગનું કોઇ ઠેકાણું નથી ? આ સિવાય તમારી મુંબઇ અને ગોવા એરપોર્ટની ટીમમાં એટલી પણ શાલીનતા નથી કે તે મને આ વિશે જણાવે કે પછી મારી બેગને લઈને અપડેટ્સ મારી સાથે શેર કરે.

બાદમાં એર ઇન્ડિયાએ પ્રતિક્રિયા આપતાં લખ્યું, મિસ ખરબંદા, તમારી બેગ મુંબઇથી ગોવા એરપોર્ટ આજે સાડા અગિયાર વાગ્યે આવી રહ્યું છે. કૃપા કરી બેગને ડિલીવરી માટે પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ અને ફ્લાઇટ ડિટેલ્સ શેર કરો જેથી અમે તમને સારી રીતે આસિસ્ટ કરી શકીએ.