આગ્રા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગ્રાની મુલાકાત લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે તાજમહેલ નિહાળશે. આગ્રાના તાજમહેલમાં ટ્રમ્પની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત છે અને 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પની આ મુલાકાત પહેલા જ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન સુરક્ષાના ભાગરુપે તાજમહેલ સામાન્ય લોકો માટે બપોરે 12 વાગ્યા બાદ બંધ રહેશે. તાજમહેલની મુલાકાત દરમિયાન સુરક્ષા પર નજર રાખવા માટે 24 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી અન્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે.

આ ઉપરાંત વહીવટી તંત્રએ તાજમહેલ તરફ જતા માર્ગ પરના આવતા પેટ્રોલ પમ્પને તેમનો સ્ટોક ખાલી કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે રસ્તા પરથી ટ્રમ્પનો કાફલો પસાર થશે ત્યાં 3 પેટ્રોલ પંપ આવે છે.