મુંબઈ: એક્ટર પુલકિત સમ્રાટ અને એક્ટ્રસ કૃતિ ખરબંદાના રિલેશનશિપના અહેવાલ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યાં છે. ત્યારે આ તમામ ખબરો પર ખુદ એક્ટ્રેસ કૃતિએ મૌન તોડ્યું છે. કૃતિએ પુલકિત સમ્રાટ સાથેના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.

કૃતિએ પુલકિત સાથે રિલેશનશિપમાં હોવાની ખબરો પર મહોર લગાવતા કહ્યું કે, આ અફવા નથી. તેણે કહ્યું અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ અને બન્ને સાથે કન્ફર્ટેબલ છે.

કૃતિએ કહ્યું, “તમામ ખબરો અફવાહ નથી, અમે રિયલમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સાચું કહું તો હું પહેલા મારા માતા પિતા અને ફેમિલિને આ અંગે જણાવવા ઇચ્છતી હતી. મને લાગે છે કે, એક સમય હોય છે જ્યારે તમે તેના વિશે વાત કરવામાં ખચકાવ છો. ક્યારે ક્યારેક આ વાત કરવા માટે પાંચ વર્ષ પણ લાગી શકે છે અને પાંચ મિનિટ પણ લાગી શકે. અમને પાંચ મહિના લાગ્યા, હું ખુબજ ખુશ છું. હું પુલકિત સમ્રાટને ડેટ કરી રહ્યો છું.”


તેમણે વધુમાં કહ્યું કે, “અમે બન્ને સાથે ખુબજ ક્યૂટ અને હૉટ લાગીએ છે. અમે એકબીજા સાથે શાનદાર કેમેસ્ટ્રી શેર કરીએ છે. અમને સાથે જોઈને કોઈ પણ જણાવી દેશે કે અમે રિલેશનમાં છે. પુલકિત મારા માટે ખૂબજ ખાસ છે અને હંમેશા રહેશે.”


ઉલ્લેખનીય છે કે, આ બન્ને જલ્દી જ ફિલ્મ ‘પાગલપંતી’માં સાથે નજર આવાના છે. ફિલ્મ 22 નવેમ્બરે રિલિઝ થઈ રહી છે. આ કોમેડી ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા જેવા કલાકાર છે. (સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)