નવી દિલ્હીઃ બોલિવૂડમાં પોતાના બોલ્ડ લૂક્સ અને આઇટમ સોંગ માટે જાણીતી મલાઇકા અરોરા હંમેશા જ કંઇકને કંઇ કારણથી ચર્ચામાં રહે છે. ક્યારેક અર્જૂન કપૂરની સાથે તેના સંબંધોના લીધે, તો ક્યારેક કપડા માટે. મલાઇકા એક જાણીતી મોડેલ છે અને અવારનવાર તે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં વ્હાઇટ શર્ટ પહેરીને આઉટિંગ માટે નીકળેલી મલાઇકાની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ આ તસવીરોમાં મલાઇકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેને અનેક અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.

મલાઈકાની આ તસવીર માનવ મંગલાની નામના પેજ પરથી શેર કરવામાં આવી છે. મલાઈકા રવિવારે ડિનર બાદ પોતાની બહેન અમૃતા અરોડાના ઘર બહાર સ્પોટ થઈ હતી. આ સમયે મલાઈકાએ સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો. તો મલાઈકાનો આ લૂક લોકોને પસંદ ન પડ્યો અને ઉધડો લઈ લીધો. એવી ઠેકડી ઉડાવી કે અભદ્ર કોમેન્ટ્સ કરી.



એક યુઝરે લખ્યું કે મલાઈકા પેન્ટ પહેરવાનું કેમ ભૂલી જાય છે. તો કોઈએ ઉંમરને લઈને પણ કોમેન્ટ કરી. આ સિવાય એકે લખ્યું કે, તસવીરો જોઈને ખબર પડી જાય કે એનામાં શું બદલાવ આવ્યો છે. તો કોઈએ એની ઉંમર પ્રમાણે કપડાં પહેરવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મલાઇકાએ એક ખૂબ જ હોટ રેડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. અને આ સમયે તેની બહેન અમૃતા પણ નજરે પડી હતી. રેડ હોટ ફોટોશૂટ પછી અનેક લોકોએ મલાઇકાની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા હતા. વ્યક્તિગત જીવન વિષે વાત કરીએ તો મલાઇકા હાલમાં જ તેનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. અને અર્જૂન કપૂરે આ સમયે મલાઇકાને કિસ કરતો ફોટો પણ મૂક્યો હતો. જે સાથે જ તેમના પ્રેમની વાત પણ જગજાહેર થઇ હતી. હવે ઇન્ટરવ્યૂમાં પણ આ બંને એકબીજાના સંબંધો વિષે ખુલીને વાત કરે છે.