મુંબઈ: બોલિવૂડમાં દર વર્ષે ત્રણથી ચાર કપલ લગ્નગ્રંથીથી જોડાયા હોય છે જેમાં ટીવની સેલિબ્રિટી હોય કે પછી બોલિવૂડની સેલિબ્રિટી હોય. ત્યારે બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ લિન લિશરામ સાથે લગ્ન કરશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું.
રણદીપ હુડા અને ગર્લફ્રેન્ડ લિન લિશરામ 2016થી બન્ને એકબીજાને ટેડિંગ કરી રહ્યાં છે. મહત્વની વાત છે કે, બંન્નેએ કોઈ દિવસ સંબંધને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. લિન લિશરામ એક જાણીતી અભિનેત્રી અને મોડલ છે.
મૂળ મણિપુરની આ અભિનેત્રીએ પ્રિયંકા ચોપાર સાથે મેરી કોમમાં કામ કર્યું હતું. એ ઉમરીકા અને રંગૂનનો પણ હિસ્સો બની છે. ન્યુયોર્ક સ્થિત જ્વેલરી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.
રણદીપ હુડા હોલીવૂડમાં નેટ ફ્લિક્સની ફિલ્મ એક્સટ્રેક્શન દ્વારા ડેબ્યુ કરવા તૈયાર છે. હાલમાં એ સલમાન ખાન સાથે રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈના શૂટિંગમાં વ્યસ્ત છે. બન્ને બહુ જલદી લગ્ન કરવાના છે.
ટૂંક સમયમાં અભિનેતા રણદીપ હુડા આ અભિનેત્રી સાથે કરશે લગ્ન, જાણો કોણ છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2020 10:43 AM (IST)
રણદીપ હુડા અને ગર્લફ્રેન્ડ લિન લિશરામ 2016થી બન્ને એકબીજાને ટેડિંગ કરી રહ્યાં છે. મહત્વની વાત છે કે, બંન્નેએ કોઈ દિવસ સંબંધને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -