પાક પર એટેકઃ ભારતીય સેનાએ અડધીરાત્રે મિસાઇલો છોડીને પાકિસ્તાનની ચોકીઓ ઉડાવી, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2020 08:08 AM (IST)
એએનઆઇએ એજન્સીએ ભારતીય સેનાના પરાક્રમનો આ વીડિયો પોતાની ટ્વીટર હેન્ડલ પરથી વાયરલ કર્યો છે. જેમાં ભારતીય સેનાના એટેકની તસવીરો બતાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની નાપાક હરકતોથી હવે ભારતીય સેના આકરા પાણીએ આવી છે. દરવખતે સીઝફાયરન નિયમોનુ ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાએ સોમવારે જડબાતોડ જવાબ આપ્યો હતો. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય સેનાએ મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાની સેનાની કેટલીય ચોકીઓને તોડી પાડી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલા એટેકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે પ્રમાણે સોમવારે રાત્રે પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં કુપવાડાના તંગધાર સેક્ટરમાં ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ, બાદમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પાકિસ્તાનના કેટલાક કેમ્પો-ચોકીએનો ઉડાવી દીધી હતી. જુઓ વીડિયોમાં....... એએનઆઇએ એજન્સીએ ભારતીય સેનાના પરાક્રમનો આ વીડિયો પોતાની ટ્વીટર હેન્ડલ પરથી વાયરલ કર્યો છે. જેમાં ભારતીય સેનાના એટેકની તસવીરો બતાવવામાં આવી છે.