મુંબઇઃ ફિલ્મી એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે પોતાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે. જાણીતી એક્ટ્રેસ લિઝા હેડને પણ તસવીરો શેર કરીને પોતાના ફેન્સને પોતાનુ અપડેટ આપ્યુ છે. પરંતુ ખાસ વાત છે કે લિઝા હેડન કોઇની સાથે નહીં પરંતુ બિકીનીમાં પોતાની દીકરીઓ સાથે ચીલ કરી રહી છે. એક્ટ્રેસની દીકરી સાથે લિઝા હેડનની હેપ્પી બીચ ડેની તસવીરો સોશ્યલ મીડિયા પર છવાયેલી છે.


આ તસવીરો એક્ટ્રેસે ખુદ શેર કરી છે, તસવીરોમાં એક્ટ્રેસ લિઝા હેડન સફેદ બિકીનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના એક હાથમાં તેની દીકરી છે, જ્યારે બીજા હાથમાં તેને નારિયેળ પકડેલુ છે. તસવીરો શેર કરતા એક્ટ્રેસે બેસ્ટ કેપ્શન આપ્યુ છે. તેને લખ્યું છે  - હું અને મારી દિકરી.


ખાસ વાત છે કે, એક્ટ્રેસનો આ નવો બિકીની લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે, એક્ટ્રેસ આમાં નૉ મેકઅપ લૂક્સમાં છે. સફેદ બિકીનીની સાથે ખુલ્લા વાળ સાથે મિલિયન ડોલરની સ્મિત ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. લિઝા હેડને તેની પુત્રીના ચહેરા પર ઇમોજી લગાવીને તેને છુપાવી દીધું છે.




ઉલ્લેખનીય છે કે, લિઝા હેડને વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. અભિનેત્રીને ત્રણ બાળકો છે. 2 પુત્ર અને એક પુત્રી. લીસાની દીકરીનો જન્મ ગયા વર્ષે જ થયો હતો. તે ફિલ્મી પડદાથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહી છે.