બોલિવૂડ સ્ટાર્સ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈ એરપોર્ટ સ્પોટ થયા હતાં. અર્જૂન અને મલાઈકા ગોવાથી ન્યુ યર સેલિબ્રેશન કરીને પરત ફરી રહ્યાં હતાં. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાએ એકસાથે ન્યુ યર સેલિબ્રેશન કર્યું હતું.
ન્યુ યર વેકેશન પર મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર અર્જૂન કપૂરને કિસ કરતી તસવીર પોસ્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે, નવા વર્ષ પહેલા અર્જૂન કપૂર ક્રિસમસ સેલિબ્રેશન માટે મલાઈકા અરોરાની માતા-પિતાના ઘરે પહોંચી હતી.
આ દરમિયાન પણ અર્જૂન કપૂર મલાઈકાની બહુ જ કેર કરતો જોવા મળ્યો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન બન્ને બહુ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં.
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરને જ્યારે પણ ટાઈમ મળે છે તો બન્ને એકબીજાની પાસે પહોંચી જાય છે. બન્નેની તસવીરો અને વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. ચાહકોએ પણ ઘણીવાર બન્નેના ફોટોની રાહ જોતાં હોય છે.
મહત્વની વાત એ છે કે, અર્જૂન અને મલાઈકા બન્ને પોતાના રિલેશનશિપની વાત સ્વિકાર કરી ચૂક્યા છે. પરંતુ અર્જૂન કપૂરે થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે, તે હાલ લગ્ન નહીં કરે.
Pics: ન્યુ યર સેલિબ્રેશન બાદ પરત ફર્યા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા, સામે આવી આ ખાસ તસવીરો
abpasmita.in
Updated at:
04 Jan 2020 02:30 PM (IST)
ન્યુ યર વેકેશન પર મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર અર્જૂન કપૂરને કિસ કરતી તસવીર પોસ્ટ કરી હતી. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાએ એકસાથે ન્યુ યર સેલિબ્રેશન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -