નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ફેશન અને સ્ટાઈલની ચર્ચા થાય ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ ચર્ચામાં આવી જાય છે. ખાસ કરીને પોતાની સ્ટાઈલિશ હેરકટે માટે વિરાટ કોહલી હંમેશા ચર્ચામાં રહે છે. તેમના હેરકટ ટ્રેન્ડ સેટ બનીજાય છે. નવા વર્ષમાં કોહલી નવા લુકમાં જોવા મળી રહ્યો છે.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોહલી પોતાના હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમની સાથે જોવા મળી રહ્યો છે. આ કોહલીના હેરકટ બાદની તસવીર છે, જે તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોહલીએ સ્ટોરી શેર કરાતં આલિમ હકીમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.


જણાવીએ કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી નવા વર્ષે પોતાની પ્તની અનુષ્કા શર્માની સાથે સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન માણતા જોવા મળ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષે વિરાટ કોહલીએ અનુષ્કાની સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વિરાટ કોહલીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું, ઓન પોઈન્ટ ફોર 2020.

વિરાટ કોહલી આગામી ટી20 સીરીઝમાં નવા લુકમાં જોવા મળશે. તેની શરૂઆત 5 જાન્યુઆરીએ શ્રીલંકા વિરૂદ્ધ ગૌહાટાીમાં થશે. આ સીરીઝ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કોહલી પાસેથી ટીમ ઇન્ડિયાને વધારે આશા છે. સાથે જ તેની પાસે રન બનાવવાની પણ મોટી તક છે.