આ વાત પર જૂનિયર એનટીઆરના પ્રશંસકો નારાજ થઈ ગયા અને તેને ગાળ આપવા લાગ્યા એટલું જ નહીં એક્ટ્રેસને રેપની પણ ધમકી આપી દીધી. કેટલાક જૂનિયર એનટીઆર ફેન્સે એક્ટ્રેસના માતા-પિતાને કોરોનાથી મરશે તેમ પણ કહ્યું, જ્યારે અમુકે મીરાને પોર્ન સ્ટાર પણ ગણાવી.
મીરા ચોપડાએ ટ્રોલર્સના ટ્વિટના સ્ક્રીનશોટ તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યા અને જૂનિયર એનટીઆરનું ધ્યાન પર દોર્યું. તેણે એક્ટરને ટેગ કરીને લખ્યું,મને ખબર નહોતી કે મને બિચ કે પોર્ન સ્ટાર કહેવાશે. માત્ર એક વાત છે કે હું તમારા કરતા મહેશ બાબુને વધારે પસંદ કરું છું અને તમારા ફેન્સ મારા વિશે આવી વાત બોલી રહ્યા છે. શું તમે આવી ફેન ફોલોઇંગ હોવાથી ખુદને સફળ સમજો છો ? મને આશા છે કે તમે મારા ટ્વિટની અવગણના નહીં કરો.
તેણે આગળ લખ્યું, કોઈના ફેન હોવું ગુનો છે તે મને ખબર નહોતી. હું છોકરીઓને કહેવા માંગુ છું કે જો તમે જૂનિયર એનટીઆરના ફેન નથી તો તમારા પર રેપ થઈ શકે છે, હત્યા થઈ શકે છે, ગેંગ રેપ અને તમારા માતા-પિતાની હત્યા થઈ શકે છે. તેમના ફેન્સના ટ્વિટ મુજબ, તેઓ તમારા આઈડલના નામને ખરાબ કરી રહ્યા છે. આ અંગે મીરા ચોપડાએ હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ પણ કરી છે.