જૂનાગઢ જિલ્લામાં હાલમાં કોઈપણ શંકાસ્પદ દર્દીના ટેસ્ટ માટે ભાવનગર સરકારી મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટની વી.આર.ડી.એલ. લેબમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેનો મેલ દ્વારા રિપોર્ટ મોકલવામાં આવે છે.
સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા હોવાથી સમયનો વધુ વ્યય થાય છે. આ અંગે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના એપીકલ કમિટીના મેમ્બર અને ભાજપના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ રજૂઆત કરતા મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીએ જૂનાગઢમાં કોરોના ટેસ્ટ થઇ શકે તે માટે લેબોરેટરીમાં જરૂરી સાધન - મશીનરી તથા કીટની વ્યવસ્થા કરવા સુચના આપી છે.
આગામી સપ્તાહથી જૂનાગઢમાં કોરોનાના 300 ટેસ્ટ થઇ શકશે. જેના લીધે જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારના લોકોના ટેસ્ટ ભાવનગર, રાજકોટના બદલે જૂનાગઢમાં જ શકય થશે અને સમય તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે.