પશ્ચિમ બંગાળથી ટીએમસીની સાંસદ અને એક્ટ્રસ મિમી ચક્રવર્તી ગંભીર રીતે બીમાર થઈ ગઈ છે. તેણે હાલમાં જ એક નકલી વેક્સીનેશન કેમ્પમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે મિમીએ પોતાના ટ્વીટરથી જાણકારી આપી હતી કે તેને રસી લીધા પછી કોઈ મુશ્કેલી નથી થઈ. પરંતુ રસી લીધાના ચાર દિવસ બાદ હવે તે બીમાર થઈ ગઈ છે.


હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર મિમી ચક્રવર્તી ગંભીર રીતે બીમાર પડી છે. જણાવીએ કે મિમી ચક્રવર્તીએ હાલમાં જ પોતાની સાથે ફ્રોડ થયાનો ખુલાસો કર્યો હતો. તેણે કોલકાતમાં એક નકીલ કોરોના રસીકરણ કેમ્પેન કરનાર એક વ્યક્તિને ભંડાફોડ કર્યો હતો. આ વ્યક્તિનું નામ દેબાંજન દેવ છે, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે.


દેબાંજન દેવ ખુદને આઈએએસ ઓફિસર બતાવીને મિમી ચક્રવર્તી સાથે વાત કરી હતી. દેબાંજનનું કહેવું હતું કે તેણે કોલકાતામાં ચાલી રહેલ રસીકરણ કેમ્પનું નિરીક્ષણ કરી રહ્યો હતો. હવે કહેવાય છે કે, દેબાંજને અનેક લોકોને નકલી રસી લગાવી છે. કોલકાતા પોલિસ મોટા પાયે તેની તપાસ કરી રહી છે.


આ વ્યક્તિએ મિમી ચક્રવર્તીએ પોતાના કેમ્પમાં ચીફ ગેસ્ટ બોલાવી હતી. લોકોને મોટિવેટ કરવા માટે મિમી ચક્રવર્તીએ ત્યારે દેબાંજનના કેપમાં કોરાનાની રસી લીધી હતી. રસી લીધા બાદ તેની પાસે રસી લેવા સંબંધિત કોઈ સત્તાવાર મેસેજ તેના મોબાઈલમાં ન આવ્યો. ત્યાર બાદ મિમીને શંકા ગઈ અને તેણે પોલીસને તેની જાણકારી આપી.