સલમાન ખાનને લઈને એક્ટ્રેસ મૌની રોયે આપ્યું મોટું નિવેદન, કારણ જાણીને ચોંકી જશો
મૌની રોયની ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની તેની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે મૌની રોયો સલમાન ખાન સાથે બિગ બોસ 11માં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. ત્યારથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા હતા કે મૌનીને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સલમાન ખાને સાથ આપ્યો છે. જેને લઈને મૌની રોયે આ ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં મૌની રોયે કહ્યું, છેલ્લા ઘણા સમયથી બધાએ લખ્યું કે સલમાન ખાનના કારણે મને બોલીવૂડમાં બ્રેક મળ્યો છે. આ સમાચાર બાદ મીડિયાએ મારૂ દિલ દુખાવ્યું છે. હું 10 વર્ષથી કામ કરી રહી છું. મારા 10 વર્ષની કોઈ કિંમત નથી આંકવામાં આવી. હું તમને કહેવા માગું છુ કે આ ફિલ્મ મને મારા પોતાના પરફોર્મન્સના કારણે મળી છે.
મુંબઈ: નાના પડદા પર કામ કરનારી એક્ટ્રેસ મૌની રોય હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. 15 ઓગસ્ટે તેની ફિલ્મ ગોલ્ડ રિલીઝ થવાની છે. મૌની રોયની આ ડેબ્યૂ ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાના પડદા પર કામ કરનારી અભિનેત્રી મૌની રોયને બોલિવૂડમાં લાવવામાં સલમાન ખાનનો હાથ છે. આ તમામ વાતોને લઈને મૌની રોયો એક મોટો ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -