Independence Day પર એરટેલ પોતાના ગ્રાહકોને આપી રહી છે આ ખાસ ઓફર
ટ્વીટર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ગ્રાહક એરટેલ પેમેન્ટ બેંક દ્વારા રીચાર્જ કરાવે છે અથવા બિલ પેમેન્ટ કરે છે તો તેને 250 રૂપિયા કેશબેક મળશે. ટ્વીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્કીમ દ્વારા અંદાજે 300 એરટેલ ગ્રાહકોને દર કલાકે કંઈકને કંઈક જીતવાની તક મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓફર 15 ઓગસ્ટ સુધી આપવામાં આવશે. ઉપરાંત યુઝર્સને 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક મળી રહ્યું છે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ એરપેટલ પેમેન્ટ બેંકમાં સાઈન અપ કરવું ફરજિયાત છે. સાઈન અપ કરવા માટે ગ્રાહકોએ કેવાઈસી પ્રક્રિયા પણ પૂરી કરવી પડશે.
નવી દિલ્હીઃ સ્વતંત્રા દિવસ પર ભારતી એરટેલ પોતાના ગ્રાહકોને ખાસ ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત એરટેલના ગ્રાહકોને 250 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. એરટેલ ઇન્ડિયાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -