મુંબઇઃ વિતેલા સમયની દિગ્ગજ એક્ટ્રેસ મુમતાજને લઇને હાલમાં ચોંકાવનારા રિપોર્ટ મળી રહ્યાં છે. એક અફવા ફેલાઇ રહી છે કે, મુમતાજનું નિધન થઇ ગયુ છે. સોશ્યલ મીડિયામાં 70 વર્ષની આ એક્ટ્રેસના નિધનના સમાચાર પુરઝડપે પ્રસરી રહ્યાં છે. જોકે, આના પર એક્ટ્રેસના પરિવારે પણ ખુલાસો કરીને વાતને ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, 70 વર્ષીય મુમતાજ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. સ્વાસ્થ્ય પણ સારુ છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ તેના નિધનની અફવા ઉડી હતી. એક્ટ્રેસ વિતેલા સમયની દિગ્ગજ અદાકારા હતી. મુમતાજનુ અફેર દિગ્ગજ એક્ટર્સ સાથે પણ રહ્યું.



મુમતાજની લવ સ્ટૉરીની વાત કરીએ, તો એક્ટર દારાસિંહ સાથે એક્ટ્રેસ મુમતાજનુ નામ ચર્ચાયુ હતુ. દારાસિંહ અને મુમતાજે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, જેમાં ફોલાદ, વીર ભીમસેન, સિકન્દર-એ-આઝમ, રુસ્તમ-એ-હિન્દ અને ડાકુ મંગલસિંહ જેવી ફિલ્મો સામેલ છે.



દારાસિંહ ઉપરાંત મુમતાજનું નામ અભિનેતા રાજેશ ખન્ના સાથે પણ જોડાયુ હતુ. બન્નેના અફેરની ચર્ચા બૉલીવુડમાં જબરદસ્ત ચાલી હતી.



ઉપરાંત મુમતાજનું નામ દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેકવાર ચર્ચમાં રહ્યું હતું.