આ હૉટ એક્ટ્રેસે DJ સ્નેકના ગીત પર બતાવ્યા ક્રેઝી ડાન્સ મૂવ્ઝ, ફેન્સે કહ્યું- 'ગજબની ડાન્સિંગ સ્કિલ્સ'
નિયા રિયાલિટી શૉ ખતરો કે ખેલાડી-8માં પણ પાર્ટિસિપેટ કરી ચૂકી છે. રિપોર્ટ્સ છે કે નિયા શર્માને વિક્રમ ભટ્ટ પોતાની એક ફિલ્મમાં કાસ્ટ કરવાના છે. નિયા હંમેશા પોતાના યૂનિક અને બૉલ્ડ ફેશન સેન્સની કારણે ચર્ચામાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા આજકાલ ટીવીથી દૂર વેબ સીરીઝમાં બિઝી છે. તાજેતરમાંજ તે વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વીટસ્ટેડ-2માં જોવા મળી હતી. ટ્વીસ્ટેડ સીરિઝમાં નિયાએ ખુબ બૉલ્ડ રૉલ્સ કર્યો છે. ટીવી પર તેમને જીટીવીના શૉ 'જમાઇ રાજા'થી ઓળખ બનાવી હતી આમાં તેના અપૉઝિટ રવિ ડુબે હતા.
વીડિયોના કેપ્શનમાં નિયાએ લખ્યું- ગોલ્ડ અવોર્ડ્સ 2018માં મને મારા ફેવરિટ Magenta Riddim ની ધૂન પર ડાન્સ કરવાનો મોકો મળ્યો. ફેન્સ નિયા શર્માના વીડિયો પર રૉકસ્ટાર, wow જેવી કૉમેન્ટ કરી રહ્યાં છે.
એક દિવસ પહેલા શેર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 307,608 વ્યૂઝ મળી ચૂક્યા છે. ફેન્સ નિયા શર્માની ડાન્સિંગ સ્કિલ્સની પ્રસંશા કરી રહ્યાં છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મુંબઇઃ વધુ એક એક્ટ્રેસે પોતાનો હૉટ ડાન્સ વાળા વીડિયો પૉસ્ટ કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. 'જમાઇ રાજા' ફેમ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના એક ડાન્સ વીડિયોથી હાલ ચર્ચામાં છે, જેમાં તે DJ સ્નેકના ગીત Magenta Riddim પર શાનદાર ડાન્સ મૂવ્સ બતાવી રહી છે.