મુંબઇઃ એક્ટ્રેસ નિયા શર્મા ફરી એકવાર પોતાના બૉલ્ડ લૂકના કારણે સોશ્યલ મીડિયા ટ્રૉલ થઇ રહી છે. ફેન્સ તેને જબરદસ્ત રીતે ટ્રૉલ કરી છે. નિયા શર્માએ પોતાની એક હૉટ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી હતી, જેના પર ફેન્સ ભડક્યા અને ટ્રૉલ કરવા લાગ્યા હતા. લોકો તેની આ હૉટ ઇમેજ પર વિચિત્ર કૉમેન્ટ્સ આપવા લાગ્યા હતા.



ફેન્સ નિયા શર્માને એવું કહીને ટ્રૉલ કરી કે શું તું નીચે કપડાં પહેરવાના ભૂલી ગઇ છો.



ઉલ્લેખનીય છે કે, ટીવીની આ હૉટ એક્ટ્રેસ સોશ્લય મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે.



નિયા શર્મા ટીવી એક્ટ્રેસ છે, 'એક હજારો મેં મેરી બહના હૈ'થી તે ખુબ પૉપ્યૂલર થઇ હતી. નિયા ટીવી સીરીયલો ઉપરાંત ખતરો કે ખેલાડીમાં પણ કામ કરી ચૂકી છે.