મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સને કારણે જાણીતી છે. તેના ડાન્સ વીડિયો ફેન્સને દીવાના બનાવે છે. હવે લોકડાઉનની વચ્ચે નોરા ફતેહીનો નવો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા શાનદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે.

નોરા ફતેહીના આ ડાન્સ વીડિયોને 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ફેન્સ નોરાના આ ડાન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. નોરા ફતેહી આ વીડિયોમાં વ્હાઈટ ટોપ અને ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે.



આ ડાન્સને નોરાએ ક્વોરન્ટાઈમાં રહેતા શીખ્યો છે આ વાતની જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને આપી છે. વીડિયો શેર કરતા એક્ટ્રેસે લખ્યું, અંતે @parrisgoebel ની લાઈવ ડાન્સ ક્લાસ રૂટીનછી કોર્ની ગીત પર ડાન્સ શીખ્યો. મને તેનું કામ ખૂબ પસંદ છે.



નોરા બિગ બોસ સ્પર્ધક પણ રહી ચૂકી છે. આ સાથે જ તે ટેલિવિઝન ડાન્સ શો ઝલક દિખલા જામાં પણ ભાગ લઈ ચૂકી છે. નોરા હિંદીની સાથે સાથે મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરૂ ચૂકી છે.